હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે. હમાસે જણાવ્યું કે, તાજેતરની વાટાઘાટોમાં વ્યાપક અને અસ્થાયી યુદ્ધવિરામ અને ગાઝામાંથી ઇઝરાયેલી સૈનિકોને પરત ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની સલામત અને તાત્કાલિક વાપસી એ પણ વાટાઘાટોનું લક્ષ્ય છે.
આ પહેલા ગુરુવારે ઇઝરાયેલે જણાવ્યું હતું કે, તેમણે યુદ્ધવિરામ વાટાઘાટો માટે દોહામાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. અગાઉ, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે મોસાદ, શિન બેટ અને ઇઝરાયેલ સંરક્ષણ દળોના અધિકારીઓનું પ્રતિનિધિમંડળ વાતચીત યથાવત્ રાખશે. કતાર, ઇજિપ્ત અને અમેરિકાની મધ્યસ્થી હેઠળ એક વર્ષથી વધુ સમયથી વાતચીત ચાલી રહી છે.
દરમિયાન, ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો હમાસ બંધકોને મુક્ત કરવા ટૂંક સમયમાં સમજૂતી માટે સંમત નહીં થાય તો ઇઝરાયેલ ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહીને વધુ તીવ્ર બનાવશે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:32 પી એમ(PM)