સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો હોંગકોંગની જોડી યેંગ નગા ટિંગ અને યેંગ પુઇ લામ સામે થશે.
બીજી તરફ, શંકર સુબ્રમણ્યમ પણ પુરુષ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો મુકાબલો ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ સામે થશે.
અન્ય તમામ ભારતીય ખેલાડીઓએ પોત પોતાની શ્રેણીના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Site Admin | માર્ચ 21, 2025 6:12 પી એમ(PM) | બેડમિન્ટન
સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે
