સ્વિસ ઑપન બેડમિન્ટન ટૂર્નામૅન્ટમાં મહિલા ડબલ્સની સેમિ-ફાઈનલમાં આજે ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ચીનનાં શેન્ગ શૂ લિયુ અને તેન નિંગની જોડી સામે રમશે. આ મૅચ સ્વિત્ઝર્લૅન્ડના બેસલ ખાતે ભારતીય સમય મુજબ, પાંચ વાગ્યાને 10 મિનિટે રમાશે.
ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઈનલમાં હાંગકાંગનાં યૂન્ગ ન્ગા તિન્ગ અને યૂન્ગ પૂઈ લૅમની જોડીને 21—18, 21—14થી હરાવી હતી. દરમિયાન પુરુષ સિંગલ્સમાં ભારતના શંકર સુબ્રમણ્યમને ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ સામે પરાજયનો સામનો કરવો પડ્યો.
Site Admin | માર્ચ 22, 2025 1:16 પી એમ(PM)
સ્વિસ ઑપન બેડમિન્ટન ટૂર્નામૅન્ટમાં મહિલા ડબલ્સની સેમિ-ફાઈનલ આજે સ્વિત્ઝર્લૅન્ડના બેસલ ખાતે રમાશે
