ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 2:22 પી એમ(PM)

printer

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે. મહિલા ડબલ્સમાં ભારતનાં ત્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જર્મનીની સેલિન હબ્સચ તથા એમિલી લેહમૅનની જોડી સામે રમશે. આ મૅચ સાંજે પાંચ વાગીને 50 મિનિટે રમાશે. આ પહેલા તેમણે ગઈકાલે પહેલા તબક્કામાં એલાઈન મુલર અને કેલી વૅન બ્યૂટેનની જોડી સામે સરળ જીત મેળવી હતી.
પુરુષ સિંગલ્સમાં પ્રિયાંશુ રાજાવત સાંજે પાંચ વાગ્યાને 40 મિનિટે ફ્રાન્સના ટૉમા જૂનિયર પોપોવ સામે રમશે. જ્યારે કિદામ્બી શ્રીકાન્ત સાંજે છ વાગીને 20 મિનિટે ચીનના લી શિફેન્ગ સામે રમશે. કિદામ્બીએ ગઈકાલે એચ. એસ. પ્રણયને મૅચમાં 23—21, 23—21થી હરાવ્યું હતું. આ ઉપરાંત શંકર સુબ્રમણ્યન સાંજે છ વાગ્યાને 50 મિનિટે એન્ડર્સ એન્ટોનસેન સામે રમશે. તેમણે ડેન્માર્કના મૅગ્નસ જોહાનસનને 21—05, 21—16થી હરાવ્યા હતા.
પુરુષ ડબલ્સમાં ભારતના સતીષ કરૂણાકરણ અને આદ્યા વરિયાથની જોડી ચીનના ઝેંગ યૂ અને કાઈ લિયૂની જોડી સામે રમશે. જ્યારે મહિલા સિંગલ્સમાં ઈશારાની બરૂઆ ચીનનાં હાન કિયાનક્સી સામે રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ