વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાને પગલે સહકારની હાકલ સાથે સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન થયું છે. સમાપન સંબોધનમાં વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બોર્ગેબ્રેન્ડેએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સંઘર્ષોનેસમાપ્ત કરવાનાં ઉપાયો શોધવા જેવી મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાપર ભાર મૂક્યો.
આર્થિક દ્રષ્ટિકોણ સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-IMFvનાંમેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ એ વાત પર પ્રકાશ પાડ્યો કે બદલાતીભૂ-રાજકીય સ્થિતિ વેપાર અને આર્થિક સંબંધોને નવું સ્વરૂપ આપશે. મહત્વપૂર્ણ વૈશ્વિકઅને પ્રાદેશિક પડકારોનો ઉકેલ શોધવા વિવિધ દેશો અને ઉદ્યોગોમાંથી આશરે ત્રણ હજારપ્રતિનિધીઓ દાવોસ સંમેલનમાં એકત્ર થયા હતા.
Site Admin | જાન્યુઆરી 25, 2025 6:29 પી એમ(PM) | બેઠક
સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન
