ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 12, 2024 7:19 પી એમ(PM)

printer

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલ ખાતે ચાલી રહેલા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવને સંબોધતા ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરવામાં સ્વામીનારાયણ સંપ્રદાયના યોગદાનને બિરદાવ્યું હતું.

રાજયપાલે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સમાજસેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન રહ્યું છે જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢીને માટે પ્રેરણાદાયી બની રહેશે.

રાજ્યપાલે “ગૌ મહિમા પ્રદર્શન” ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને ગાયના મહત્વને રેખાંકિત કરતી ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ પ્રદર્શન ક્ષેત્રમાં આવેલ કેન્સર ઉત્પાદન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ વિવિધ શાકભાજી, ધાન્ય પેદાશો, આદર્શ પરિવાર કક્ષ, ગંગામાં મંડળ અને ગો વિજ્ઞાન પ્રત્યક્ષ દર્શનની મુલાકાત લઈ પ્રદર્શન ક્ષેત્રમાં કાર્યરત સેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડતાલમાં આશરે 400 જેટલી ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ