ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 18, 2025 7:08 પી એમ(PM)

printer

“સ્વામિત્વ યોજના હેઠળ મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે.” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ રાજ્ય સહિત દેશભરમાં 65 લાખથી વધુ પ્રૉપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો.
આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સામાન્ય વ્યક્તિના વિકાસના કામને સંપૂર્ણ મહત્વ અપાયું છે. સશક્તિકરણની વાત કરીએ છે ત્યારે અમારા કેન્દ્રમાં ગામ, ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિત, યુવા, મહિલા અને ખેડૂત બધા રહ્યા છે. સ્વામિત્વ કાર્ડથી ખેડૂતો સશક્ત બનશે એમ શ્રી નડ્ડાએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામિત્વ યોજનાને ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ હોવાનું જણાવતાં કહ્યું કે, આ પ્રોપર્ટી કાર્ડથી ગરીબ, ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે. તેમણે ઉમેર્યું, આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે ગ્રામીણ ભારતમાં વધુ સારા માળખાગત આયોજન, નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને વધુ સુદ્રઢ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ