સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ સહિત ધારાસભ્યો અને વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ પણ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 3:19 પી એમ(PM) | વિધાનસભા
સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી
