સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સુધારા કર્યા છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશવાણી કેન્દ્રો પરથી સુરક્ષા દળોને કરેલા સંબોધનમાં શ્રી સિંહે કહ્યું કે, છેલ્લા દસ વર્ષોમાં છ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવ્યા છે. આ સમયમાં દેશનું સંરક્ષણ ઉત્પાદન બમણુ થઈને 1 લાખ, 25 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે.
સશસ્ત્ર દળોમાં યુવાનોના મહત્વ પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે અગ્નિપથ યોજના દેશની તાકાત વધારશે. આ યોજનાને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે અને યુવાનો ઉત્સાહભેર તેમાં જોડાઈ રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે અગ્નિપથ યોજનામાં પ્રથમ બે બેચમાં 40 હજાર અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:14 પી એમ(PM)