સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશા-નિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2023માં 103 કેદીઓને, જ્યારે 2024માં 248 કેદીને માફી આપવામાં આવી હતી, જેમાંથી 86 કેદીઓને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુક્ત કરાયા છે. આમ જોતા છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં 351 જેટલા કેદીઓને માફીનો લાભ આપવામાં આવ્યો છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 7:55 પી એમ(PM)