ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 2:41 પી એમ(PM)

printer

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો.
ગૃહ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ માટે 213 જવાનોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વિશિષ્ટ સેવા માટેના 94 રાષ્ટ્રપતિ મેડલમાંથી પોલીસને 75, 8 અગ્નિશમન દળને, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડને 8 અને સુધારાના કાર્યો માટે 3 મેડલ એનાયત કરવામાં આવશે. મેરીટોરીયસ મેડલ માટે 729 કર્મચારીઓની પસંદગી કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ મેડલ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે, જ્યારે ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે મેરીટોરીયસ મેડલ આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ