સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બર 2024 થી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઇમાં કુલ 99 હજાર 934થી વધુ નાગરિકોએ સફાઇ ઝુંબેશમાં જોડાઇને એક કરોડ 86 હજાર 283 કલાકનું શ્રમદાન કર્યું. તેમજ કુલ બે હજાર 350 વધુ કચરો ધરાવતા સ્થળોની પણ સફાઇ હાથ ધરવામાં આવી.. જ્યારે કુલ એક હજાર 873 મુખ્ય રસ્તાઓ, 751 બજાર વિસ્તાર, બે હજાર 823 વ્યવસાયિક વિસ્તાર, પાંચ હજાર 272 રહેણાંક વિસ્તારમાં સફાઇ હાથ ધરવામાં આવી..
વધુમાં, આ ઝુંબેશ હેઠળ કુલ એક હજાર 447 જાહેર શૌચાલયની સફાઇ કરવામાં આવી.. તેમજ કુલ 80થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 10:05 એ એમ (AM)