“સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. જે અંતર્ગત, જાહેર વાહનવ્યવહાર અને હાઈ-વે ઉપર કરાયેલી સફાઈ દરમિયાન 62 હજારથી વધુ નાગરિકોએ શ્રમદાન દ્વારા 302 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો.. ઉપરાંત, રાજ્યમાં કુલ 100થી વધુ સ્વચ્છતા અંગેના શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું.
વડોદરા, મહેસાણા તેમજ કચ્છ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ ચિત્ર અને નિબંધ સ્પર્ધા દ્વારા બાળકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો..
મોરબી જિલ્લામાં ભૂતકોટડા ગામે સામુહિક સફાઈ તેમજ સ્વચ્છતા અંગેના સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી.
જ્યારે ડાંગ જીલ્લાના આહવા ખાતે સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં ગાંધીજીની સ્વચ્છતા અંગેની વિચારસરણીનો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો..
સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે જાહેર સ્થળોની સફાઈ, “સ્વચ્છતા રેલી”, હેલ્થ ચેકઅપના કાર્યક્રમો યોજાયા..
સાબરકાંઠા જિલ્લાના મટોડા ગામે ધાર્મિક સ્થળો તેમજ ગામની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ કરાયું..
તો ભાવનગર જીલ્લામાં માહિતી ખાતાના અધિકારી, કર્મચારીઓએ પણ શ્રમદાન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)