સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આકાશવાણી અમદાવાદ દ્વારા અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
તે અંતર્ગત આકાશવાણી અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર પરિસરમાં સફાઇ કરી સુકો કચરો એકઠો કર્યો હતો. આ અભિયાનમાં આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન.એલ.ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણી, કાર્યક્રમ વિભાગના પ્રમુખ મૌલિન મુન્શી સહિત કાર્યાલયના આશરે ત્રીસ જેટલા કર્મચારી જોડાયા હતા.