સમગ્ર દેશમાં રાજ્યના શહેરોને સ્વચ્છ બનાવવા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર બન્યું છે. રાજ્યની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીએ જે સ્વચ્છ ભારતનું સપનું જોયું હતું તે સાકાર થઇ રહ્યું છે. શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત રાજ્યે અત્યાર સુધી કુલ 210 લાખ ટન કચરાનો નિકાલ કરી સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્ય બન્યું છે. સ્વચ્છ ભારત મિશન ફેઝ-2 અંતર્ગત શહેરોમાં કચરાથી ઘેરાયેલી 698 એકર જગ્યા ખુલ્લી કરાઇ છે. 140 ડમ્પસાઇટમાંથી 95 ટકા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારની ખુલ્લી થયેલી સાઇટ પર ઘન કચરાના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ બનાવવામાં આવશે જે માર્ચ 2025 સુધીમાં કાર્યરત થઇ જશે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 7:05 પી એમ(PM)