સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શો યજાયો જેમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો, કમ્પોસ્ટિંગનું મહત્વ, વર્મી કમ્પોસ્ટીંગ અને પશુ શેડની સ્વચ્છતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.વડોદરા જિલ્લાના 32 ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સખી ટોક શૉયોજાયો. સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને પોષણ જેવા વિષય પર મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો. એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વાણીજ્ય વિભાગ, રેલવે ડિવિઝન કચેરી અને એક સ્વાયત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સ્વચ્છતા હી સેવા નુક્કડ નાટક દ્વારા મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતી ફેલાવવામાં આવી ડાંગ જિલ્લાના કરંજડા ગામે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે “વન કવચ”નું લોકાર્પણ પણ કર્યું. તેમના સંબોધનમાં તેમણે ગ્રામજનો સાથે મળીને અઢી હજાર વૃક્ષોનું વાવેતર કર્યું.શ્રી પટેલે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી.તો નવસારી જિલ્લામાં પણ કચરામાંથી કંચનની વિષયવસ્તુ સાથે સખી ટોક શો યોજાયો. જેમાં કચરામાંથી ખાતર બનાવી કૃષિમાં ઉપયોગ કરવા અંગે સમજણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:18 પી એમ(PM)