ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે સ્પેસ ડોકીંગ એટલે કે અવકાશમાં બે ઉપગ્રહોને જોડવાના પ્રયોગની તારીખ થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે. આકાશવાણી સમાચાર સાથેની એક ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું કે ઉપગ્રહો સુરક્ષિત છે અને આ પ્રયોગની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે જાન્યુઆરીના અંતમાં નિર્ધારિત નાવિક ઇસરો દ્વારા 100મું ઉપગ્રહ પ્રક્ષેપણ હશે. આ મુલાકાત આજે રાત્રે સાવ નવ વાગ્યે આકાશવાણી એફએમ ગોલ્ડ 100.1 મેગાહર્ટ્ઝ પર પ્રસારિત થશે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:29 પી એમ(PM) | ભારતીય અવકાશ સંશોધન સંસ્થા