સ્પેનમાં પૂર ઓસર્યા બાદ પણ હજી 89 લોકો ગૂમ છે, જ્યારે દેશના પૂર્વીય ભાગોમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર સ્પેનમાં પૂરને પગલે મૃત્યુઆંક 217ને પાર પહોંચ્યો છે.
સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં લશ્કરના 7 હજાર, 987 જવાનો, 1 હજાર, 639 વાહનો ઉપરાંત 12 હેલિકોપ્ટર તેમજ 18 બોટ તૈનાત છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે પૂર પીડિતોની મદદ માટે 1 હજાર 60 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.