ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે તેમનાં પત્ની બેગોના ગોમેઝ પણ આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી સાન્ચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે. 18 વર્ષ બાદ સ્પેનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી સાન્ચેઝ આવતી કાલે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે C-295 વિમાનનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદઘાટન કરશે. ભારતમાં લશ્કરી વિમાનનાં ઉત્પાદન માટેની ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બલી લાઇન છે. ઉડ્ડયનક્ષેત્રમાં આ મહત્વની મેક ઇન ઇન્ડિયા પહેલ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સ્પેનની એરબસસાથે મળીને આ પ્લાન્ટ સ્થાપી રહી છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પણ શ્રી સાન્ચેઝ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિ સાન્ચેઝ મુંબઇની મુલાકાત પણ લેશે, જ્યાં તેઓ વેપાર ઉદ્યોગના નેતાઓ, વિચારશીલો અને ફિલ્મ ઉદ્યોગના અગ્રણી સાથે મંત્રણા કરશે. આ મુલાકાત દરમિયાન સંખ્યાબંધ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવશે. અગાઉ, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ સાન્ચેઝ બહુપક્ષીય બેઠકોથી અલગ, અનેક વાર મળી ચૂક્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ