સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે. પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે દિલ્હીમાં ‘ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી’ પહેલની શરૂઆત કરાવશે. પંચાયતી રાજ મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગના સહયોગથી ગ્રામ પંચાયતોને પાંચ દિવસની દૈનિક અને કલાકદીઠ હવામાનની આગાહી ચકાસવાની જોગવાઈ પ્રદાન કરવા માટે આ પહેલ શરૂ કરાઇ છે. આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને પાયાના સ્તરે આપત્તિ માટે સજ્જતા વધારવાનો છે. તેનો સીધો ફાયદો દેશભરના ખેડૂતો અને ગ્રામજનોને થશે. પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે સરકારના 100 દિવસના કાર્યસૂચિના ભાગરૂપે, આ પહેલ પાયાના શાસનને મજબૂત કરશે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 2:16 પી એમ(PM) | હવામાન
સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે
