સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 35 ઉમેદવારીપત્ર ભરાયાં છે. ભાજપના 17 અને કોંગ્રેસના 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ધણપ અને ઉવારસદ-એક બેઠક પરથી અપક્ષ ઉમેદવારોએ પણ પત્ર ભર્યું છે. અત્યાર સુધી 225 ઉમેદવારીપત્રનું વિતરણ કરાયું છે.
ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાની ચૂંટણી માટે 48 ઉમેદવારીપત્ર ભરાયાં છે. આ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી યોજાશે ત્યારે અત્યાર સુધી કુલ 188 ઉમેદવારીપત્રનું વિતરણ કરાયું છે. ભાજપ તરફથી તમામ ઉમેદવારો જાહેર કરાયા છે જ્યારે કોંગ્રેસે ઉમેદવારોને કોરા મેન્ડેડ આપ્યા છે.
તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકા માટે ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:23 પી એમ(PM)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ
