ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ નોઈડાનો વતની આ આરોપી વીમા કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો અને અરજદારોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં જણાયું છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે આરોપી પાસેથી છ કરોડ રૂપિયા રકમની વસૂલાત કરી છે. આ અંગે SP ધર્મેન્દ્ર શર્માએ માહિતી આપી.
Site Admin | માર્ચ 28, 2025 5:57 પી એમ(PM) | ક્રાઈમ
સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી
