સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજ્યની તમામ શાખાઓના અધિકારી-કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલીયા દ્વારા મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:40 પી એમ(PM)