સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સિટીએ ભારતમાં નાના ખેડૂતો માટે 295 મિલિયન ડોલર સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી.
બેંકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ધિરાણ ખાસ કરીને ભારતના નાના ખેડૂતોને તેમની કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને આર્થિક રીતે મજબૂત બનવામાં મદદ કરવા માટે છે.
SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર જયતિ બંસલે જણાવ્યું હતું કે અમારા વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરીને, અમે નાના અને સીમાંત ખેડૂતો સુધી પહોંચવાનો ધ્યેય રાખીએ છીએ જેઓ ભારતના કૃષિ ક્ષેત્રનો મુખ્ય ભાગ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પહેલ ખેડૂતોને ધિરાણની સુલભતા વધારશે અને સશક્ત બનાવશે, તેમને ઉત્પાદકતામાં સુધારો કરવામાં અને ટકાઉ આજીવિકા બનાવવામાં મદદ કરશે.
Site Admin | એપ્રિલ 3, 2025 3:54 પી એમ(PM)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સિટીએ ભારતમાં નાના ખેડૂતો માટે 295 મિલિયન ડોલર સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી
