સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના “તુર નૃત્ય”ની પ્રસ્તુતિ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ ભારતમાં રહેલી સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણીના ઉદ્દેશથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા આદિજાતિ તુર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, “તુર નૃત્ય” એ ધોડિયા જનજાતિના લોકોનું વિશિષ્ટ શૈલીનું પ્રચલિત નૃત્ય છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 7:57 પી એમ(PM)