એકતાનગર સ્થિત સરદારસાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તેમજ આસપાસના પરિસરને નિહાળીને બોલીવુડ અભિનેતા આમિરખાને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. પ્રજાસત્તાક દિને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા આમિરખાને ધ્વજવંદન પણ કર્યુ હતું. ખાદી-ના વસ્ત્રો પરિધાન કરીને આવેલા આ બોલીવુડ અભિનેતાએ પિન્કરિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો. વિશ્વ વન પરિસરમાં તેમણે ગુજરાતી ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો. આ વિશાળ પ્રતિમાનેસાકાર કરવા બદલ આમીરખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:13 એ એમ (AM)
સ્ટેચ્યુ ઓફ યુનિટિને દેશનું આધુનિક સ્થળ ગણાવીને સરદાર પટેલની વિશાળ પ્રતિમાના નિર્માણ બદલ અભિનેતા આમિર ખાને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
