ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 7:54 પી એમ(PM)

printer

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું કે, ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું કે, ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે. વૈશ્વિક સ્ટીલનું ઉત્પાદન 2 બિલિયન ટનની નજીક પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2024માં 144 મિલિયન ટન ઉત્પાદન સાથે ભારત બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. આગામી સમયમાં ભારતમાં અને વૈશ્વિક સ્તરે સ્ટીલની માંગ સતત વધશે.

સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ ધાતુ ઉત્પાદનમાં પ્રક્રિયા અને ઉત્પાદન નવીનતાઓ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદ અને ગ્રીન સ્ટીલ ઉત્પાદન પરની ચર્ચાનું ઉદ્ઘાટન કર્યુંહતું.
આ સમારોહમાં ભૂપતિરાજુએ જણાવ્યું હતું કે, સ્ટીલ ક્ષેત્ર નિર્ણાયક તબક્કે છે. તેની ભાવિ દિશા પર્યાવરણ પર કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ડિજિટલાઇઝેશન અને ટકાઉ સ્ટીલ ઉત્પાદન પર આધારિત હશે. તેમણે ઉદ્યોગના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે, ભારત 2030 સુધીમાં તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતામાં 45 ટકાથી વધુ ઘટાડો કરશે અને 2070 સુધીમાં નેટ શૂન્યનું લક્ષ્ય હાંસલ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ