સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે, જેથી ઠંડી અચાનક ઘટી છે. અરબ સાગરનો ભેજ રાજ્ય તરફ આવતા આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ તરફ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીંવત્ હોવાનું હવામાન વિભાગના નિદેશક ડૉ.એ.કે. દાસે જણાવ્યું હતું.(બાઈટઃ ડૉ. એ. કે. દાસ, નિદેશક, હવામાન વિભાગ)
Site Admin | જાન્યુઆરી 28, 2025 7:45 પી એમ(PM) | સામાન્ય વરસાદ
સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી
