હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય ઉપર પવનની દિશા બદલાયા બાદ ફરી એક વાર તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે માહિતી આપી હતી.(બાઈટઃ રામાશ્રય યાદવ, વૈજ્ઞાનિક, હવામાન વિભાગ) આ તરફ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે, જેને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર થયેલી જણસને તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવા ખેડૂતોને સૂચન કરાયું છે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM) | હવામાન વિભાગ