ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સૌરઊર્જાથી સુકી ગામ બન્યું ‘સુખી’, ખેડાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું

ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ખેડા જિલ્લાનું સુકી ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલાર વિલેજ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે પણ ટવીટ કરીને આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 183.27 કિલો વોટ સોલર ઓન-ગ્રિડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરાયા છે. અંદાજિત 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યનું પ્રથમ સોલાર વિલેજ મહેસાણાનું મોઢેરા છે જ્યારે હાલમાં જ બનાસકાંઠાનું સરહદી ગામ મુસાલી રાજ્યનું બીજુ સોલાર વિલેજ બન્યું હતું હવે ખેડાનું સુકી ગામ પણ ત્રીજુ સોલાર વિલેજ બન્યું છે.
આમ રાજ્યમાં સૌર ઉર્જા અંગે જાગૃતિ ફેલાઇ રહી છે અને દેશ માટે પણ મોડેલરૂપ કામગીરી રાજ્યમં થઇ રહી છે. તે આ ત્રણ સોલાર વિલેજ જાહેર થવાથી ફલિત થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ