સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે એ.આઈ. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમતા ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક સત્ર યોજાયુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સત્રમાં સરકારના અભિયાનો વધુ અસરકારક બનાવવા એ.આઈ. ટેક્નોલોજી અસરકારક બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યને એ.આઈ. આદર્શ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા હાલ થઈ રહેલી કામગીરી અંગેની ચર્ચા સત્રમાં થઇ હતી.
આ ચર્ચા સભા અગાઉ સવારે શિબિરાર્થીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી શિબિરનો પ્રારંભ કર્યો હતો. યોગ શિબિરમાં યોગ શિક્ષક દ્વારા આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરાયેલા યોગ પ્રોટોકોલ મુજબ યોગ-પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા શિબિરાર્થીઓએ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી થયા
Site Admin | નવેમ્બર 22, 2024 2:47 પી એમ(PM) | સોમનાથ