સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમોના 766 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.
અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 23 સુવર્ણ ચંદ્રક અને 4 રજત ચંદ્રક સહિત કુલ 27 ચંદ્રક એનાયત કરાશે. જૂનાગઢના ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ અને સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 9:23 એ એમ (AM)
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે.
