પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં આજે ફાગણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરૂદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિરમાં પ્રતિમાસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રિ એક અનેરું આકર્ષણ છે. મંદિરમાં રાત્રિના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા મુજબ, પારંપરિક જ્યોત પૂજન પણ કરાયું
Site Admin | માર્ચ 28, 2025 3:42 પી એમ(PM)
સોમનાથ મંદિરમાં આજે ફાગણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે મહાપૂજા કરવામાં આવી
