ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 3:21 પી એમ(PM) | ગુજરાત

printer

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં રાજ્યના બે કરોડ પંદર લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા

ધરતીપુત્રોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં રાજ્યના બે કરોડ પંદર લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.
ખેડૂતો માટે આ પ્રકારની યોજના અમલમાં મૂકવાવાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.
સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં નમૂનાનું પૃથ્થકરણ કરીને, સોફ્ટવેર આધારિત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોની માત્રા દર્શાવે છે, જેમાં હાલ કુલ 12 તત્વોનું પ્રમાણ દર્શાવવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ