રાજ્યભરમાં સરકારી યોજનાઓના લાભ નાગરિકો ઘર આંગણે લઈ શકે તે ઉદ્દેશ્યથી, સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં ભીલોડા તાલુકાના ધંબોલિયા ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો. આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય અને પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભીલોડા ધારાસભ્ય પી. સી. બરંડાએ વધુને વધુ લોકો સેવાનો લાભ મેળવે તે અપીલ કરી હતી.
ડાંગ જિલ્લાના અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ,વઘઈ તાલુકાના નડગચોંડ પ્રાથમિક શાળા ખાતે ડાંગના ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ‘સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૮ ગામના ૧ હજાર ૩૨૧ અરજદારોની તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.
વાળુકડ ગામની કુમાર શાળા ખાતે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગના સ્ટોલ ઉપલધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત નાગરિકોએ સરકારની વિવિધ યોજનાઓને લાભ લીધો હતો.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિવિધ 13 વિભાગોની 60 જેટલી સુવિધાઓનો લાભ નાગરિકોને મળ્યો.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:38 પી એમ(PM)
સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે
