“સેવાસેતુ” અભિયાનનાં ભાગ રૂપે રાજકોટના પડધરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ૫૦થી વધુ પ્રકારની વિવિધ સરકારની સેવાઓ મળી રહે છે. કાર્યક્રમમાં ગામની મહિલાઓએ સહિત ૬૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશના ભાગરૂપે ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી. નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો, વિવિધ ચોક, જાહેર જગ્યાઓ સહિત સ્થળો ખાતે સફાઈ કરી શહેર સ્વચ્છ રાખવા સહયોગ પૂરો પાડવા લોકોને અપીલ પણ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 8, 2024 10:51 એ એમ (AM) | “સેવાસેતુ” અભિયાન