ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૮૪૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ