ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટરની વૈશ્વિક માગ-પુરવઠા કડીમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે.
આ પરિષદની શરૂઆતમાં 8 સમજૂતી કરાર, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરાયા હતા. આ ત્રિ-દિવસીય પરિષદમાં દેશ-વિદેશના દોઢ હજારથી વધુ પ્રતિનિધિઓ સહભાગી થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ