સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સેબીએ હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેની પાસે આવા મુદ્દાઓના ઉકેલ માટે પર્યાપ્તઆંતરિક માળખુ છે, જેમાં ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક અને રિક્યુસલ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝના હોલ્ડિંગ અનેતેના ટ્રાન્સફરના સંદર્ભમાં જરૂરી સંબંધિત જાહેરાતો અધ્યક્ષ દ્વારા સમયાંતરે કરવામાં આવી છે.
એક નિવેદનમાં, દેશના શેરબજાર નિયમનકારે પણ રોકાણકારોને આવા અહેવાલો પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં આવરી લેવામાં આવેલી સિક્યોરિટીઝની વિગતો અવિશ્વસનીય હોવાનું પણ સેબીએ જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ સામે કરાયેલા આક્ષેપોની સેબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી છે. સેબીએ એમ પણ કહ્યું હતું કે તે ભારતના મૂડી બજારોની અખંડિતતા અને તેની સુવ્યવસ્થિત વૃદ્ધિ અને વિકાસને સુનિશ્ચિત કરવા માટે સેબી પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 10:54 એ એમ (AM) | aakashvaninews | SEBI
સેબી અને અદાણી જૂથ અંગે હિડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા
