સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હિન્ડેનબર્ગ રિસર્ચ એલ. એલ. સી, નાથન એન્ડરસન અને મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્ક કિંગ્ડનની સંસ્થાઓને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે.
આ 46 પાનની કારણ નોટિસમાં સેબીએ આરોપ મૂક્યો છે કે હિંડનબર્ગ અને એન્ડરસને, સેબી એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માર્કેટ રેગ્યુલેટરે ધ્યાન દોર્યું હતું કે હિન્ડેનબર્ગ અને FPI એન્ટિટીએ ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી હતી કે આ અહેવાલ ભારત બહાર જામીનગીરીના સોદામાં મૂલ્યાંકન પૂરતી જ છે, પણ ખરેખર તે સ્પષ્ટપણે ભારતમાં લિસ્ટેડ એન્ટિટીઓને સંબંધિત હતો.
Site Admin | જુલાઇ 2, 2024 3:53 પી એમ(PM) | શેર | સેબી