સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો.રેડ નોટીસ અંતર્ગત દિપક ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે.
આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ, ગુજરાતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં વોન્ટેડ છે, જે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત જુગાર રેકેટનો કિંગપિન છે. એપ્લિકેશનના ઉપયોગ દ્વારા 2 હજાર 273 કરોડના નાણાની હવાલા મારફતે હેરાફેરી કરવાનો તેની ઉપર આરોપ છે. દિપક ઠક્કરને ગુજરાત દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી, ગુનાહિત કાવતરું, પુરાવા ગાયબ કરવા અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અને જુગાર નિવારણ અધિનિયમને લગતા ગુનાઓ માટે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 7:50 પી એમ(PM) | સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન