ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 6:22 પી એમ(PM) | CBI

printer

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 2021 થી જર્મન નાગરિકોને નિશાન બનાવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કને ખતમ કરવા કાર્યવાહી કરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-CBI એ 2021 થી જર્મન નાગરિકોને નિશાન બનાવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કને ખતમ કરવા કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં, CBI એ 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી, કોલકાતા અને સિલિગુડીમાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જર્મન અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં ચાલી રહેલા ઓપરેશન ચક્ર-IVના ભાગરૂપે આ કાર્યવાહી કરાઇ હતી. દરોડા દરમિયાન, એજન્સીએ સિલિગુડીમાં એક આરોપીની ધરપકડ કરી. દરોડામાં 7 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. CBI એ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આરોપી દ્વારા સંચાલિત ગેરકાયદેસર કોલ સેન્ટર પણ શોધી કાઢ્યું હતું. આ દરમિયાન, ડિજિટલ પુરાવા ધરાવતી કમ્પ્યુટર સિસ્ટમની 24 હાર્ડ ડિસ્ક જપ્ત કરાઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ