સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEએ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. જેમણે 2024 માં CBSEમાંથી ધોરણ 10 પાસ કર્યું હોય અને CBSE-સંલગ્ન શાળાઓમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેમના માટે સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે CBSE મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે અરજીઓ આમંત્રિત કરી છે.
વધુમાં, 2023માં આપવામાં આવેલા CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપના ધોરણ 10 માટેના નવીકરણ માટે પણ ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.
ઓનલાઈન અરજીઓ પહોંચાડાવાની છેલ્લી તારીખ આવતા મહિનાની 23મી તારીખ છે. આ અરજીની વધુ વિગતો, પાત્રતાની શરતો અને ઓનલાઈન અરજી ફોર્મ CBSE વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Site Admin | નવેમ્બર 22, 2024 7:03 પી એમ(PM) | CBSE