આવતીકાલ એટલે કે 25મી ડીસેમ્બર 2024ના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે
પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રીકસની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે. ગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે અને અરજીનું સ્ટેટસ જાણી શકશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM) | મુખ્યમંત્રી
સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરાશે
