સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગરેશન સાથે બે લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં આ માહિતી આપી હતી.
રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે. આ કોરિડોર સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણ સ્થળોને જોડે છે અને બે મહત્વપૂર્ણ હાઇવે અમદાવાદ-વિરમગામ-માળીયા (SH-7)અને અમદાવાદ-રાજકોટ (NH-47)વચ્ચે ઇન્ટર કોરિડોર રૂટ તરીકે કામ કરે છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:21 પી એમ(PM) | સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગરેશન સાથે બે લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી
