સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે. જેમાં 6 હજાર 648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, આ પરીક્ષાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધાંગધ્રાની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગઇકાલે પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય, ૨૯ કેન્દ્ર સંચાલકો તેમજ નિરીક્ષકો અને ૧૦ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM) | સુરેન્દ્રનગર