સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી. ગઈકાલે બપોરે પેપર મિલમાં આગ લગતા નગરપાલિકાના અગ્નિશમન દળની ટીમ પહોંચી હતી છતાં આગ કાબૂમાં ન આવતા અમદાવાદ અગ્નિશમન દળ તેમજ ભારતીય સેનાના જવાનોની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈએ જાનહાનિ થઈ ન હતી.
Site Admin | માર્ચ 23, 2025 7:27 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી.
