સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ જેમાં પાંચ કરોડ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજકોટ હાઈવે, થાનગઢ રોડ, સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવર લોડેડ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક સહિત 5 કરોડ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ કડક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:01 પી એમ(PM) | સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ
