સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે વઢવાણની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પી.ટી ટીચર તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમારે તાજેતરમાં કેરળના ત્રિશુર ખાતે યોજાયેલી છઠ્ઠી નેશનલ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશિપ 2025 માં હેમર થ્રો ફેંક વિભાગમાં સતત પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે જવેલીન થ્રો વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે નોંધનીય છે કે અગાઉ પણ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માં શ્રીલંકા મલેશિયા ખાતે ભાગ લઈ તેમણે મેડલો મેળવ્યા છે આગામી સમયમાં તેઓ તાઇવાન ખાતે યોજનારી સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરશે..
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:47 પી એમ(PM) | સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે
