સુરત શહેર ખાતે FPO ફેર-કમ- પ્રદર્શન- તરંગ મેળો જીલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો. નાબાર્ડ, SFAC અને ONDCના સંયુક્ત ઉપક્રમે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાનો હેતુ ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તે છે. તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતો પ્રતિનિધીત્વ કરશે.. આ મેળામાં ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી શકાશે. આ પ્રસંગે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ સહિત ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રિકલચર તથા નાબાર્ડના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Site Admin | જુલાઇ 14, 2024 7:49 પી એમ(PM)